શ્રી ચુનીભાઈ ગજેરા

“વિચારોમાં દઢતા અને કાર્યોમાં સ્પષ્ટતા એ સૌ માટે મજબૂત અને ટકાઉ ભવિષ્ય લાવી શકે છે.”

જ્ઞાન, કાર્ય અને લાગણી સાથે ઉત્તમ કર્યો કરવાની વિચારધારા મારા માટે માર્ગદર્શક રહી છે. જ્યાં મારા અસ્તિત્વનો મૂલાધાર છે તેવું મારું વતન- અમરેલી (ગુજરાત) મારા માટે હંમેશા વિશેષ સ્થાન રહ્યું છે અને રહેશે.

સામાજિક ઉત્થાનમાં યોગદાન

શૈક્ષણિક ક્ષેત્ર

શ્રીમતી શાંતાબેન હરીભાઈ ગજેરા ચેરી.ટ્રસ્ટના નેજા હેઠળ 9 કેમ્પસમાં 18 શાળાઓ અને 3 કોલેજોમાં 58000 જેટલા વિદ્યાર્થીઓ માટે સર્વાંગી
શિક્ષણની પહેલ.

સ્વાસ્થ્ય ક્ષેત્ર

લક્ષ્મી ડાયમંડ અને લક્ષ્મી ગ્રુપ ઓફ કંપની સાથે મળી ગજેરા ટ્રસ્ટ ધ્વારા સામાજિક સ્વાસ્થ્ય સંરક્ષણ માટેની અનેક પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી
રહી છે.

સામાજિક ઉત્તરદાયિત્વ

ગજેરા ટ્રસ્ટના ઉદ્દભવતા વિચારબિંદુમાં જ સમાજમાં જરૂરિયાત મંદોની સેવા રહેલી છે. સેવાકીય જ્યોત પ્રગટાવનાર એવા ટ્રસ્ટના સ્થાપક હંમેશા પોતાના ઉત્તરદાયીત્વ માટે તત્પર છે.

5 મી જુલાઈ 1960 ના રોજ ગુજરાત રાજ્યના અમરેલી ખાતે શ્રી હરીબાપા અને શાંતાબાના ત્યાં ચુનીભાઈનો જન્મ થયો. લક્ષ્મી ડાયમંડના માલિક એવા ચુનીભાઈને પાંચ ભાઈઓ અને એક બહેન છે. એક અતિબૌધિક અને સમાજ પ્રત્યેની જવાબદારી સ્વીકારનાર વ્યક્તિ તરીકે તેઓ હંમેશા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહે છે.

1972 માં તેઓ આર્થિક ઉપાર્જન માટે માદરે વતન અમરેલી થી સુરત આવ્યા. અહીં તેમણે રત્નકલાકાર તરીકે તાલીમ શરૂ કરી અને અનેક સમસ્યાઓનો સામનો કરી કઠોર પરિશ્રમના સથવારે ટૂંક સમયમાં જ ઉત્તમ કારીગર તરીકે પોતાને સ્થાપિત કર્યા. ત્યારબાદ મોટાભાઈ શ્રી વસંતભાઈ ગજેરાએ સ્થાપેલી ‘લક્ષ્મી ડાયમંડ’ માં ભાઈઓના સાથ અને કઠોર પરિશ્રમના સથવારે લક્ષ્મીડાયમંડનો વિસ્તાર વધારવામાં સફળતા પ્રાપ્ત કરી. દેશ – વિદેશમાં પણ તેની ઓફિસ ખુલવા લાગી. 1995 થી પ્રતિષ્ઠિત એવા DTC સાઈડ હોલ્ડર બનવાનું શ્રેય પણ લક્ષ્મીડાયમંડને મળ્યું. આજે સમગ્ર વિશ્વમાં લક્ષ્મીડાયમંડ હીરા તૈયાર કરવામાં તથા એક્ષપોર્ટમાં અગર હરોળમાં સ્થાન ધરાવે છે.

કંપનીએ અનેક વિશ્વપ્રસિધ્ધ એવોર્ડસ મેળવી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. સાથે-સાથે લક્ષ્મી ઇન્ફ્રા ડેવલોપર્સ લિ. શાંતિ એન્ટરપ્રાઈઝ જેવી અનેક કંપનીઓ શરૂ કરી અને આ તમામ કંપનીઓ સતત વિસ્તરી રહી છે.